મોરબી શહેરમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ પરિવારને પંકજ રાણસરીયા તથા તેની ટીમ ભોજનની વ્યવસ્થા કરી આપશે.
મોરબી જિલ્લામાં હાલ કોરોના પરિસ્થિતિ ખુબ જ વિકટ બની છે. ત્યારે મોરબીના તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ દર્દીઓ અને તેમના પરિવારજનો કે જેઓ મોરબીની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવા જરૂરિયાતમંદ પરિવાર માટે મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયા દ્વારા ભોજન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા 9924411111 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









