વાંકાનેરના સરતાનપર-રાતાવિરડા રોડ પર આવેલા નેક્સ ટાઇલ્સ વરમોરા કારખાનામાં રહેતી ૨૩ વર્ષીય પરિણીતાનું ગળેફાંસો ખાવાથી મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ વાંકાનેરના સરતાનપર-રાતાવિરડા રોડ પર આવેલા નેક્સ ટાઇલ્સ વરમોરા કારખાનામાં રહેતી સાલુકોલ રાજપાલ રાવત ઉવ.૨૩ કારખાનાની ઓરડીમાં પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તેમના પતિ મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના લગ્નને ચાર વર્ષ થયાં હતાં. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






