મોરબી તાલુકામાં રવિરાજ ચોકડી નજીક ગુરુ ગોવિંદ ટાટા શોરૂમ પાસે ટ્રકમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટતા ગંભીર ઇજા થવાથી ૩૪ વર્ષીય યુવકનું સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ મામલે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવિરાજ ચોકડી પાસે ગુરુ ગોવિંદ ટાટા શોરૂમ નજીક ગઈકાલ તા.૨૩ જૂને રાત્રે ટ્રકમાં હવા ભરવામાં આવી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં અનુજરાધા કિશન નાગર ઉવ.૩૪ રહે. રવિરાજ ચોકડી મોરબી વાળાને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાદમાં તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






