પૂજ્ય દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીની ૨૭૩મી જન્મજયંતિ નિમિત્તે વડીલો સાથે ઉજવણી.
મોરબી: લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રસ્વામીજીની પ્રેરણાથી કાર્યરત ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ, મોરબી દ્વારા પૂજ્ય દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના ૨૭૩મા જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને મિષ્ટાન્ન ભોજન કરાવી સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
મોરબીમાં ગુરુકૃપા ગર્લ્સ ગ્રુપ દ્વારા ગઈકાલ તા. ૨૩ જૂનના રોજ જેઠ સુદ નોમના પાવન દિવસે પૂજ્ય દાદાગુરુ શ્રી અજરામરજી સ્વામીના ૨૭૩મા જન્મજયંતિ પ્રસંગે વૃદ્ધાશ્રમમાં વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમના વડીલોને મિષ્ટાન્ન ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ગુરુદેવના જન્મોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના સક્રિય સભ્યો મોક્ષા મહેતા, પૂર્વી મહેતા, હેત્વી શેઠ, સેજલ દેસાઈ, વિધિ દફ્તરી, તાનીયા સંઘવી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહી સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું.






