Wednesday, January 15, 2025
HomeGujaratમાળીયા(મી)નાં મોટા ભેલા ગામે ૪૦ વર્ષના ઢગાએ ૧૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ...

માળીયા(મી)નાં મોટા ભેલા ગામે ૪૦ વર્ષના ઢગાએ ૧૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

માળીયા (મી)ના મોટા ભેલા ગામે સમાજને શાર્મશાર કરતી ઘટના સામે આવી રહી છે જેમાં ૪૦ વર્ષીય પ્રૌઢ દ્વારા ૧૪ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે વધુ વિગત મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેતરમ મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર બાળકી ને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦)દ્વારા પોતાની હવસ સંતોષવા સગીરાને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલાજ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં ગઈકાલે સાંજે એકલતાનો લાભ લઈને આ હેવાનીયત ભર્યા કૃત્યને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને હાલમાં બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ પોલીસના કડક વલણ ને કારણે આ શક્ય બની શક્યું નથી તેમજ માળીયા(મી)પીએસઆઈ એમ પી સોનાંરા સહિતની ટીમ દ્વારા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી મળી રહી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!