Sunday, October 18, 2026
HomeGujaratમોરબીના વેલકમ સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના વેલકમ સ્પામાં જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જુના ઘુંટુ રોડ પર આવેલા વેલકમ સ્પામાં સ્પા વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધ નહીં અને સીસીટીવી રેકોર્ડિંગના ડેટા નિયમો મુજબ ન જાળવી જાહેરનામાના ભંગ બદલ એસઓજી પોલીસે સ્પા સંચાલક સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજીની ટીમે જુના ઘુટુ રોડ ઉપર ત્રાજપર ખારીના નાકે શિવશક્તિ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલા વેલકમ સ્પામાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન બે સ્પા વર્કરના બાયોડેટાની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવામાં આવી ન હોવાનું અને જાહેરનામા મુજબ સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાળવવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે રાજકોટના સંત કબીર રોડ પર રહેતા સ્પા સંચાલક શરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણિયા ઉવ.૨૭ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!