ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી પૂર્ણ થતા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ એક્શનમાં આવી છે અને ટી.એમ.સી.ના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે તથા દક્ષ પટેલ નામની ટ્વીટરઆઈડી ધરાવતા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાકેત અને દક્ષે ટ્વિટ કરીને મોરબી સંદર્ભે કેટલાક દસ્તાવેજી પુરાવા મૂક્યા હતા. જે ખોટા હોવાની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું સામે આવે છે.
મળતી માહિતી અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી ના પ્રવક્તા સાકેત ગોખલે અને દક્ષ પટેલે ચુંટણી આચારસંહીતાના સમયગાળા દરમ્યાન વડાપ્રધાનની ઝુલતાપુલની દુર્ધટના અંગે મોરબી મુલાકાત વિશે ખોટી માહીતી આપતી ટ્વીટ કરી લોકોમા ચુંટણી અનવ્યે વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનાવટ તેમજ તિરસ્કારની ભાવના ઉત્પન થાય તે હેતુથી ખોટી માહીતી આપતી ટ્વીટ કરતા તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આરોપીઓએ પીએમ મોદીની મોરબી મુલાકાત બાબતે ૩૦ કરોડનો ખર્ચ થયો હોવાની માહિતી જાહેર કરતી પોસ્ટ કરી હતી અને પોતાના સોશિયલ મોડિયમાં આ પોસ્ટ કરીને આરટીઆઈ દ્વારા માહિતી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે આ બાબતે પીઆઈ બી નામની સંસ્થા દ્વારા ખરાઈ કરવામાં આવતા આવી કોઈ આરટીઆઈ કરવામાં નથી આવી અને આ ખર્ચની માહિતી સદંતર ખોટી હોવાનું સામે આવ્યું હતું.જ્યારે આ મામલે ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની જયપુરથી ધરપકડ કરી હતી. ત્યારે હવે સાકેત ગોખલે અને દક્ષ પટેલ નામના બે ઇસમ વિરૂદ્ધ મોરબી માળિયાના ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં લોકપ્રતિનિધિત્વ એક્ટ ૧૯૫૧ ની કલમ ૧૨૫ મુજબ ગુનો નોંધાવ્યો છે.