Tuesday, January 14, 2025
HomeGujaratબે ડમ્પર વચ્ચેના અકસ્માતમાં એક ક્લીનરનો ભોગ લેવાયો

બે ડમ્પર વચ્ચેના અકસ્માતમાં એક ક્લીનરનો ભોગ લેવાયો

મોરબીના નવલખી રોડ ઉપર જેપૂર ગામ પાસેની અકસ્માતની ઘટનાની ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબીના નવલખી રોડ ઉપર જેપૂર ગામ પાસે બે ડમ્પર વચ્ચેના અકસ્માતમાં એક ક્લીનરનો ભોગ લેવાયો હતો. એક ડમ્પરે બીજા ડમ્પરને ઠોકરે ચડાવતા ક્લીનરનું મોત નિપજતા આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મોરબીના જેપુર ગામની સીમમાં નવલખી રોડ ઉપર શાંતિનગર સોસાયટી થી ૨૫-૩૦ ફુટ મોરબી તરફ રોડ ઉપર ગઈકાલે મધરાત્રે આરોપી GJ-36-T-9505 ના ચાલકે પોતાના હવાલા વાળો ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી રોંગ સાઇડમાં ચલાવી આવી ફરીયાદીના ડમ્પર નંબર GJ-36-T-9797 ને ઠોકર મારી ફરીયાદી રણજીતભાઇ સુખાભાઇ મીયાત્રાને સાથળના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તેમજ કલીનર કિશોરભાઇ સોમાભાઇ ભંગેરીયા રહેવાસી-કુંતાસી ગામ તાલુકો માળીયા(મીં) જીલ્લો મોરબી વાળાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી પોતાનો ટ્રક લઈ નાશી ગયો હતો. આ અંગે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રણજીતભાઇ સુખાભાઇ મીયાત્રાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડમ્પર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. વી.બી.પીઠીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!