Wednesday, September 18, 2024
HomeGujaratમોરબીમાં બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત

મોરબીમાં બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત

મોરબી જિલ્લામાં અક્સ્માતોનાં બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમુક અકસ્માતો એટલા ગમખ્વાર હોય છે કે તેમાં કેટલાક બનાવોમાં મોતની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના હળવદમાં બનાવ પામી છે. જેમાં બે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક શખ્સનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાનાં રામપરા હરીજનવાસમાં રહેતા જગદીશભાઈ માવજીભાઈ ઝાલાના ભાઈ મોહનભાઇ પોતાનું GJ-13-AC-6881 નંબરનું હીરો સ્પેલ્નડર લઇ હળવદનાં ભલગામડા તથા ઘનશ્યામપુર ગામ વચ્ચે આવેલ રંગ માધ્યમ સ્કુલની સામે આવતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે જતા GJ-13-AN-0426 નંબરના હીરો એચ.એફ.ડીલક્ષના ચાલકે પોતાની ગાડી ફરિયાદીના ભાઈ સાથે અથડાવી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જેના કારણે તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જાય તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!