Friday, May 3, 2024
HomeGujaratહળવદમાં વાડીએથી મશીનનો પટો લઇને જતા વૃદ્ધને બે ઈસમોએ માર્યો ઢોર માર

હળવદમાં વાડીએથી મશીનનો પટો લઇને જતા વૃદ્ધને બે ઈસમોએ માર્યો ઢોર માર

મોરબી જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે બે સામાજિક તત્વોએ જૂની અદાવતનો ખાર રાખી એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના ટીકર ગામે રહેતા હરજીભાઇ ત્રીકમભાઇ ચૌહાણ નામના વૃદ્ધ તેની વાડીએથી મશીનનો પટો લઇને જતા હતા. ત્યારે જસમતભાઇ દેવજીભાઇ એરવાડીયા અને ભાવેશભાઇ જયંતીભાઇ એરવાડીયા નામના આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો મુઢમાર મારી બંનેએ ભુડાબોલી ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!