Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં યુવાનને મરવા મજબુર કરવા મામલે ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં યુવાનને મરવા મજબુર કરવા મામલે ચાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

યુવાને સાસુ-સસરા , માસી તથા પત્નીએ મરી જવાનું કહ્યાનું જણાવતો વિડીયો બનાવી બાદમાં ગળેફાંસો ખાઈ કર્યો હતો આપધાત. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાવડી રોડ પર રહેતા યુવાનને ગત તા.૧૭ જુલાઈના રોજ યુવાને વિડીયો બનાવી ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. મૃતક કિશન ગોસ્વામી નામના યુવાને ગળેફાંસો ખાઈ કર્યો હતો આપધાત. મૃતક કિશનના માતા કિરણબેનએ એ ડીવીઝન પોલીસમાં યુવાનનાં સાસુ-સાસરા પંકજગીરી પ્રવિણગીરી ગોસ્વામી તથા લતાબેન પંકજગીરી ગોસ્વામી ,માસી સુધાબેન હસમુખગીરી ગોસ્વામી અને પત્ની મીતાલી પંકજગીરી ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે કે. મૃતકે કોર્ટ મેરેજ કરેલ હોય અને સાસુ-સસરા અને માસીને સારું નહિ લાગતા પત્નીને મૃતકની કિશનની ગેરહાજરીમાં ઘરેથી લઇ ગયા હોય જે મામલે પોલીસ અને કોર્ટમાં કેસ ચાલતો હતો. જેથી મૃતક કિશનને હેરાન કરી પત્નીને મળવા નહિ દઈએ તું મરી જા તેવા શબ્દો બોલી અપમાનિત કરતાં યુવાન પરેશાન હોય મરી જવાનું જણાવતો વિડીયો બનાવી આપઘાત કર્યો હતો. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!