Thursday, December 26, 2024
HomeGujaratમોરબીનાં સરતાનપર રોડ પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં ટ્રકચાલક સામે ફરિયાદ...

મોરબીનાં સરતાનપર રોડ પર ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ ગત તા.૨૫ નાં રોજ મોરબીના સરતાનપર રોડ મિલેનીયમ સીરામીક સામે જીતેન્દ્રભાઇ વશરામભાઇ માકાસણાનાં ભાઈ કાર રજી નં. જીજે-૧૩-સીસી-૬૯૯૭ લઇને પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન કારખાના તરફથી આવતા ટ્રક નં. એમએચ-૪૬-બીએફ-૬૧૬૫ નાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી કાર સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં કારચાલકને છાતીના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયેલ હતું. અને અકસ્માત બાદ ટ્રકચાલક નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ ગઈકાલે ફરિયાદ નોંધાવતા ટ્રકચાલક સામે ગુનો નોંધી પોલીસે ફરાર ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!