Thursday, December 26, 2024
HomeNewsMaliya Miyanaએક શખ્સે આધેડ પર હુમલો કર્યાની માળીયા મી. પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

એક શખ્સે આધેડ પર હુમલો કર્યાની માળીયા મી. પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

માળીયામાં જમીનના જુના ડખ્ખાનો ખાર રાખી એક શખ્સે આધેડ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સંદર્ભે આધેડે આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, માળીયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મીયાણાના કોબાવાંઢમાં રહેતા અને ખેત મજુરી કરતા હબીબભાઇ આમદભાઇ જામ (ઉ.વ.-૫૨) નામના આધેડે આરોપી અબ્દુલભાઇ ઉર્ફે અબલો ગફુરભાઇ જામ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૯ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે ફરીયાદી તથા સાહેદ સકીનાબેન બંને પોતાના ઘર પાસે ખાટલે બેઠેલ હોય તે દરમ્યાન આ આરોપી પોતાના જુના ઘરે આટો મારવા આવ્યો હતો. ત્યારે ફરીયાદી તથા આરોપીને જમીન બાબતે જુની તકરાર ચાલતી હોય. જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી તથા સાહેદને ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જમણા હાથના કાંડા ઉપર તથા સાહેદ વચ્ચે પડતા તેમને જમણા હાથના પોંચા ઉપર છરી નો એક-એક છરકો મારી ઇજા કરી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!