Thursday, April 25, 2024
HomeGujaratટંકરામાં યુવતીને ભગાડી જનાર યુવકના માતા પિતાને ઢોર માર મારતા યુવતીના પરિવારજનો...

ટંકરામાં યુવતીને ભગાડી જનાર યુવકના માતા પિતાને ઢોર માર મારતા યુવતીના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ટંકારામાં યુવતીને ભગાડી જનાર યુવકના માતા-પિતાને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક તેના જ કુટુંબની છોકરીને ભગાડી જતા છોકરીના પરિવારજનોએ યુવકના ઘરે જઈ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી તેને ગાળો બોલવાની ના પાડતા યુવકના પિતા તથા માતાને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાના છતર ગામે રહેતા મધુબેન ધીરૂભાઇ દારોદરા નામની મહિલાનો દીકરો તેના જ કુટુંબની દીકરીને ભગાડી ગયેલ હોય જેથી દીકરીના કાકા રણજીતભાઇ બાધુભાઇ દારોદરા મહિલાના ઘર પાસે ગાળો બોલતા હોય જેથી ફરિયાદી મહિલાએ તથા તેમના પતિ ધીરૂભાઇ જેશીંગભાઇ દારોદરા તેમના સમજાવવા જતા ભાણજીભાઇ સીદીભાઇ દારોદરા, દીનેશભાઇ સીદીભાઇ દારોદરા તથા કંચનબેન ઉમેશભાઇ જજવાડીયા નામના શખ્સોએ સ્થળ પર આવી કુંટુંબની જ છોકરીઓ ભગાડી જાવ છો તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી મહિલા તથા તેના પતિને ગાળો આપી ઝધડો કરી લાકડી વતી મહિલા તથા તેના પતિને મારી તથા ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!