મોરબીમાં લાતીપ્લોટ માં આવેલ કારખાનાના લેબર કોન્ટ્રાકટર હિતેશભાઇ રામાવત નું આજે એક યુવતી સહિત ત્રણ ઈસમોએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.
જેની વિગત અનુસાર મોરબીના રહેવાસી અને લેબર કોન્ટ્રકટર નો ધંધો કરતા યુવક હિતેશભાઇ બાબુભાઇ રામાવત આજે બપોરે પોતાના કામ અર્થે પીપળી ગયા હતા ત્યાર બાદ તેઓનો જ્યાં કૉન્ટ્રકટ ચાલે છે અને એમનાં મજૂર જ્યા કામ કરે છે તે લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ સૂર્યા પ્લાસ્ટિક નામની કંપની માં ગયા હતા જ્યાં કામ કરતી મહિલા એ જણાવ્યું હતું કે તેની માતા એ જવાની ના પાડી હોવા છતાં તેની બહેન અગાઉ કામ કરતી માયા નામની સાથે ખરીદી કરવા ગયેલ છે જેથી કોન્ટ્રાકટર હિતેશભાઇ એ તુરંત પોતાની જવાબદારી સમજીને મુસ્કાન ની માતાને ફોન કરી ને પૂછ્યું હતું કે મુસ્કાન તેઓને પૂછીને બજારમાં ગઈ છે કે કેમ જેમાં મુસ્કાન ની માતાએ જણાવ્યું હતું કે તેઓને આ બાબતની કોઈ જાણ નથી જેથી મુસ્કાનની માતાએ માયા નામની યુવતીને ફોન કરીને તેઓ ક્યાં છે તેવું પૂછ્યું હતું જે સરનામુ મુસ્કાન ની માતા એ હીતેશભાઈ ને આપતા બન્ને યુવતીને શોધતા શોધતા હિતેશભાઇ બન્ને યુવતી જ્યાં હતી તે નવયુગ સિલેક્શન પાસે પહોંચ્યા હતા અને મુસ્કાન ને સાથે લઈ જવાનું કહેતા યુવતીએ કહ્યું કે હજુ ખરીદી બાકી છે જેથી હીતેશભાઈ બન્ને સાથે નવયુગ સિલેક્શન દુકાનમાં ગયા હતા જ્યાં થોડી વારમાં જ બે ઈસમો આવ્યા હતા જેને જોઈને માયા નામની યુવતીએ હિતેશભાઇ સામે ઈશારો કરી ને આવેલ ઇસમોને કહ્યું હતું કે સલીમભાઈ આ અમને હેરાન કરે છે જેથી સલીમ નામના ઇસમે હિતેશભાઇ સાથે મારા મારી કરતા દુકાન ના નીચેના માળે લઈ ગયા હતા અને માયા બોલતી હતી કે આજે આને લઈ જઈને સીધો કરી નાખવો છે ત્યારે નીચે એક ઇસમ ઉભો હોય જેને જોઈને માયા એ જણાવ્યું હતું કે રફીક ભાઈ આ જ છે એ અમને હેરાન કરે છે એવું કહેતા ફરિયાદી હિતેશભાઇ ને કાળા કલરની સ્કોર્પિયો કારમાં બેસાડી દીધા હતા બાદમાં કાર સ્ટેશન રોડ જડેશ્વર મંદિર તરફ હંકારી મૂકી હતી જ્યાં વિજય ટોકીઝ પાસે જ ફરિયાદી ના ભાઈ તેમજ ચા ની હોટલ વાળા આવી જતા ફરિયાદીને કારમાંથી ઉતારી મૂકીને ત્રણે જણા કાર લઈને નાસી છૂટયા હતા જે બાદ ફરિયાદી હિતેશભાઇ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે યુવતી સહિત ત્રણે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.