Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં યુવકને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપતા બે મહિલા સહીત ત્રણ...

મોરબીમાં યુવકને ફોન ઉપર મારી નાખવાની ધમકી આપતા બે મહિલા સહીત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઇ નટુભાઇ સારેસા ઉવ.૩૬ ae બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનીષાબેન મનુભાઇ ચાવડા રહે પીપળા તા ધ્રાંગધ્રા જી સુરેન્દૃનગર, અનિતાબને વાલજીભાઇ પરમાર, વાલજીભાઇ પરમાર રહે બન્ને ગામ સાપકડા તા હળવદ જી મોરબીએ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે બે વર્ષ અગાઉ આરોપી મનીષાબેન સાથે પ્રેમસંબંધ હોય ત્યારે મનીષાબેનના જમાઈને વાલજીભાઈને ફરિયાદી બિપીનભાઈએ કહ્યું કે તારી ઘરવાળી અનીતાને બીજા સાથે પ્રેમસંબંધ છે તે તેની સાથે ભાગી જવાની છે તેમ જણાવ્યુ હતું. જે બાબતે આરોપી વાલજીભાઈને સારું નહિ લાગતા ગત તા.૨૪/૦૨/૨૦૨૪ના રોજ આરોપી મનીષાબેન દ્વારા બિપીનભાઈને ફોન ઉપર બિભ્તસ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપેલ હોય તેમજ આરોપી અનિતાબેન તથા વાલજીભાઇ પણ અવાર નવાર ફોન કરી ધમકી આપતા હોય ત્યારે ફરિયાદી બિપીનભાઈ દ્વારા પ્રથા ત્રણેય વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરી રૂબરૂ ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસર કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!