Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામેથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસ દ્વારા રફાળેશ્વર ગામે રામાપીરના મંદિર સામેથી આરોપીઓ જયશ્રીબેન પુનાભા ગઢવી તથા તેનાં પતિ પુનાભા પંચાણભા ગઢવી (રહે બંને રફાળેશ્વર ગામ મહાદેવનાં મંદિર પાસે)નાં રહેણાંક મકાનમાં દરોડો કરી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી હતી. પોલીસે ઠંડો આથો ૩૦૦ લીટર (કિં.રૂ.૬૦૦/-), દારૂ ગાળવાના સાધનો જેમાં ગેસનો લોખંડનો ચુલો નંગ-૧ (કિં.રૂ.૨૦૦/-), ઈન્ડેન કંપનીનાં ગેસનાં બાટલા નંગ-૨ (કિં.રૂ.૫૦૦૦/-), સ્ટીલનાં પાઈપ નંગ-૩ પ્લાસ્ટિકની નળી સાથે જોઈન્ટ (કિં.રૂ.૩૦૦/-), ટીનનું તગારૂ નંગ-૧ (કિં.રૂ.૨૦૦/-) તથા દેશી દારૂ લીટર ૪૦(કિં.રૂ.૮૦૦/-) મળી કુલ કિં.રૂ.૭૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!