Thursday, April 25, 2024
HomeGujaratમોરબી-હળવદની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક હડકવાનાં ઈંજેક્શનો ઉપલબ્ધ કરાવવાં સામાજીક કાર્યકરોની જીલ્લા કલેકટરને...

મોરબી-હળવદની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક હડકવાનાં ઈંજેક્શનો ઉપલબ્ધ કરાવવાં સામાજીક કાર્યકરોની જીલ્લા કલેકટરને રજુઆત

છેલ્લા બે મહિનાથી હોસ્પિટલમાં હડકવાનાં ઈંજેક્શનો ઉપ્લબ્ધ ન હોય નાગરિકોને હાલાકી

- Advertisement -
- Advertisement -

માળીયા(મી.), વાંકાનેર, હળવદ, ટંકારા સહિતનાં વિસ્તારોમાં હડકાયા શ્વાન કરડવાનાં બનાવો વધ્યા છે એવા જ સમયે મોરબી તથા હળવદની સરકારી હોસ્પિટલમાં છેલ્લા બે માસથી હડકવાનાં ઈંજેક્શનો ઉપલબ્ધ ન હોય. શહેર-ગામડાઓમાં રકડતાં હડકાયા શ્વાનો નાગરીકોને કરડી જાય ત્યારે આ ઈંજેક્શન લેવા ખૂબ જ જરૂરી હોય ત્યારે નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને રાજકોટ જવાની ફરજ પડે છે. ખાનગી હોસ્પિટલમાં એક ઈંજેક્શનનો ચાર્જ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીનો હોય સામાન્ય માણસને આ ઈંજેક્શનો કોર્ષ પુર્ણ કરવો પોસાય તેમ નથી. હાલ કોરોના કપરા સમયમાં ધંધા-રોજગાર બંધ હોય મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને ભારે હાલાકી વેઠવી પડે છે ત્યારે ઈંજેક્શનો ઉપલબ્ધ ન હોય ઈંજેક્શનો લેવા માટે ભાડા ખર્ચી રાજકોટ જવુ પડતું હોય. આંશિક લોકડાઉન જાહેરનામાને કારણે ટ્રાન્સપોર્ટેશનની મર્યાદા હોય નાગરીકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, જીજ્ઞેશભાઈ એચ. પંડ્યા તથા મુસ્તાક લાલમામદ બ્લોચે આ અંગે તાત્કાલિક યોગ્ય પગલા લઈ જીલ્લામાં ઈન્જેક્શનો ઉપલબ્ધ કરાવવા મોરબી જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!