Monday, December 5, 2022
HomeGujaratમોરબી : ઘરેથી અમદાવાદ જવાનું કહી નીકળેલો યુવાન લાપતા

મોરબી : ઘરેથી અમદાવાદ જવાનું કહી નીકળેલો યુવાન લાપતા

યુવાનની કાર અમદાવાદ ખાતેથી મળી આવી

- Advertisement -

બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવાપર ગામમાં સાનીધ્ય પાર્ક સોસાયટી, મારૂતી એપાર્ટમેન્ટની સામે રહેતા લલીતભાઇ અરૂણભાઇ ઠોરીયા (ઉ.વ.૩૬)ના પિતા ગત તા.૪ એપ્રિલના રોજ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી, તેનો આઘાત લાગતા પુત્ર લલીતભાઇ ડિપ્રેશનમાં રહેતા હતા. તેઓ ગત તા. ૯ મેના સવારના ૮થી ૯ વાગ્યા દરમ્યાન ફોર વ્હીલ ગાડી નં. જીજે-૩૬-એફ-૧૭૭૫ લઇને અમદાવાદ જવાનુ કહીને નીકળી ગયેલ હતા. ત્યારબાદ અમદાવાદ એસ.જી. હાઇવે ઉપર રાજપથની સામે સર્વીસ રોડ પર આ ગાડી મળી આવેલ હતી. પરંતુ લલીતભાઇ મળી આવ્યા ન હતા. હાલ યુવાનનાં ભાઈએ ગુમશુદા નોંધ કરાવતાં પોલીસે લલીતભાઇની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે લલીતભાઈ શરીરે મજબૂત બાંધાનાં, વાને ઘઉંવર્ણા, ઉંચાઇ ૫.૬ ફુટ જેટલી છે. તથા શરીરે બ્લુ કલરનું પેન્ટ તથા ભુખરા કલરનું ટીશર્ટ પહેરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!