મોરબીમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં સામસામી ફરિયાદ પણ નોંધાઈ છે. બનાવ એમ હતો કે, પીપળીયા ગામમાં રાજીવનગરમાં આવેલ અનાજ દળવાની ઘંટી તોડવા બાબતે સામસામી બોલાચાલી કરી બંને પક્ષના લોકોએ એક બીજાને માર મારતા સમગ્ર મામલે બંને પક્ષે સામસામી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમાં રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાને ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા તથા પ્રુથ્વીરાજસિંહ મહીપતસિંહ જાડેજા નામના બે શખ્સોએ ફરિયાદીની અનાજ દળવાની ઘંટી ગેરકાયદેસર હોવાનુ કહીને જીસીબી મસીનથી પાડવા જતા ફરિયાદીએ પોતાની દુકાન તોડવાની ના પાડતા બંન્ને આરોપીઓ ઉશકેરાઇ જઈ બીભસ્ત ગાળો બોલી શરીરે માર મારી લોખંડની પાઇપથી તેમજ ઢીકા પાટુનો માર મારતા સમગ્ર મામલે ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા તથા પ્રુથ્વીરાજસિંહ મહીપતસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
જયારે ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પીપળીયા ગામના રાજીવનગરમાં આવેલ તેમના મકાન પાસે આવેલ કોમન પ્લોટ મકાનનો પાયો ખોદવાનુ કામ ચાલુ હતુ તે દરમ્યાન ગોવિંદસિહ નરવિરસિંહ જાડેજાએ જી.સી.બી.ના ડ્રાઇવર સાથે બોલાચાલી કરી ગંદી ગાળો બોલી જી.સી.બીના કાચમાં ધોકો મારતા ફરિયાદી તથા તેના ભાઇ પ્રુથ્વીરાજસિંહ ગોવિંદસિહને સમજાવવા જતા આરોપીએ તે બન્નેને ગંદી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને શરીરે મુઢમાર મારેલ તેમજ કુહાળી ઊંધી મારી ઇજા પહોંચાડતા સમગ્ર મામલે તેમણે ગોવિંદસિહ નરવિરસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.