Saturday, April 27, 2024
HomeGujaratટંકારા ટાઉનમાં પોલીસ અને અર્ધ લશ્કરી દળ દ્વારા ચુંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ...

ટંકારા ટાઉનમાં પોલીસ અને અર્ધ લશ્કરી દળ દ્વારા ચુંટણી અનુસંધાને ફ્લેગ માર્ચ યોજી

ટંકારા પ્રોબેસન્લ પિ આઈ કે. જી. મોડ મેડમ અને ફોજદાર એમ જે ધાંધલ સહિતનો પોલીસ કાફલો જોડાયો

- Advertisement -
- Advertisement -

લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને રાજકીય પક્ષો પ્રચાર ઝુંબેશની તૈયારીમાં લાગી ગયા છે તો પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વિવિધ કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે આજે ટંકારામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી

ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોબેસન્લ પિ આઈ અમલદાર કે જી મોડ, પીએસઆઈ એમ જે ધાંધલ સહિત ટંકારા પોલીસ ટીમ તેમજ અર્ધલશ્કરી દળ સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી જે ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી ટંકારા પોલીસ સ્ટેશનથી ફ્લેગ માર્ચ શરુ કરી ટંકારા મેઈન બજાર દયાનંદ સરસ્વતી ચોક દેરીનાકા લતીપર ચોકડી સહિતના સ્થળોએ ફરી હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ચુંટણી જાહેરનામાની અમલવારી ચુસ્તપણે થાય એ સહિતનું આયોજન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!