લજાઈ ગામના આંગણે નામાંકિત સમર્પણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ ટંકારાના સહયોગથી ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૮/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી હાઇસ્કૂલ ખાતે કેમ્પ યોજવામાં આવશે.
સમર્પણ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ ટંકારાના સહયોગથી લજાઈ ગામની હાઇસ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો.પાર્થ કાલરીયા ( એમ. ડી), ડૉ. જન્મેજય કુનપરા ( નેફ્રોલોજીસ્ટ ), ડો. મયુર કાલરીયા ( હાડકાના સર્જન ), ડો. મનીષ ભાટીયા ( જનરલ સર્જન ), ડો. નિખિલ રૂપાલા ( આંખ ના સર્જન), ડો. કેયુર જાવિયા ( સ્ત્રી રોગ નિષ્ણાંત ), ડો.દર્શન નાયકપરા ( બાળ રોગ નિષ્ણાંત), ડો. સેજલ ભાડજા ( ચામડી ના નિષ્ણાંત), ડો. પરાગ વામજા ( દાંત ના નિષ્ણાંત ) અને ડો. રાધિકા ભીમાણી ( કસરતના નિષ્ણાંત) સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપશે. જે કેમ્પનું આયોજન લજાઈની હાઇસ્કૂલ ખાતે તા. ૨૮/૦૪/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને હજાર દવા આપવામાં આવશે તેમજ ડૉકટરને બતાવવાં આવે ત્યારે જૂની ફાઈલ સાથે લાવવી જરૂરી છે તેમ પણ યાદીમાં જણાવાયું છે.