વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિકની લેબર કોલોનીમાં ત્રીજા માળની બાલ્કની પરથી નીચે પટકાતા છત્તીસગઢની ૨૮ વર્ષીય યુવતીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અ.મોતની નોંધ અંગે મળતી વિગતો મુજબ, મૂળ છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જીલ્લાના મછહા ગામના વતની અને હાલ સરતાનપર રોડ પર આવેલી લેન્ડ ડેકોર સિરામિકની લેબર કોલોનીમાં રહેતા રૂપાબેન ચંદાલાલ પટેલ ઉવ.૨૮ ગત તા.૦૨/૦૬ના રોજ લેબર કોલોનીના ત્રીજા માળની બાલ્કનીની પારાપેટ ઉપર બેઠા હતા ત્યારે અચાનક ચક્કર આવતા નીચે ભોંયતળિયે પટકાયા હતા. બનાવમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેણીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






