મોરબી કચ્છ હાઇવે પર દિલધડક લૂંટની ઘટનામાં કુલ રૂપિયા 4,21,400ની રોકડ સહિતના મુદામાલની લૂંટની ફરિયાદ દાખલ નોંધાઈ:
મોરબી કચ્છ હાઈ વે પર આરટીઓ નજીક ગત રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસ મોરબીથી નવલખી રોડ તરફ જતા માર્ગ પર અમરેલી ગામના પાટિયા નજીક ત્રણ-ચાર શખ્સોની બનેલી લૂંટારું ગેંગ દ્વારા કોહરામ મચાવી દીધો.હતો અને રસ્તા પર ટાયરો ગોઠવી માર્ગ બંધ કરી પસાર થતા તમામ વાહન ચાલકોને આંતરી પથ્થર, ધોકા અને છરી વડે હુમલો કરી ડરાવી ધમકાવી જે કઈ મળે તે રોકડ કે મોબાઈલ સહિતની લૂંટ કરતાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટનામાં ટ્રક ચાલકો સહિત મોરબી થી પસાર થઈ રહેલા વાહન ચાલકો લૂંટાયા હતાં જેમાં ટંકારા ના રોહિત લો નામના યુવાનને છરી મારી રોકડા સાત હજાર અને મોબાઇલની લૂંટ ચલાવી હતી આ સિવાય અન્ય 15 જેટલા લોકો પણ ભોગ બન્યા હતા જેમાં મોરબીમાં રહેતા અને નવલખી રોડ પર આવેલી પેપરમિલમાં કરિયાણાની દુકાન ધરાવતા યુવાને પોલીસમાં તેના સવા ચાર લાખ રોકડાની લૂંટ કરી હોવાની ફરિયાદ મોડી રાત્રીના નોંધાવી હતી
જો કે પોલીસે રાત્રીના સમયે જ ત્રણ કે ચાર લૂંટારું પૈકી આશીફ નામના એક યુવાનને પકડી પાડ્યો હતો બાદમાં આશીફની કડક પૂછપરછ કરતા સૌ પ્રથમ સલીમભાઈ નામના વ્યક્તિને ડરાવી ધમકાવી તેની કેબિનમાંથી જુના ટાયરો લઈને રોડ પર આડશ ગોઠવી દીધી હતી અને ત્યારબાદ જે કોઈ વાહનો ત્યાંથી નીકળે એને રોકી લૂંટફાટ શરૂ કરી હતી. વાહન ચાલક પર પથ્થરો અને ધોકા વડે હુમલો શરૂ કરતાં થોડી જ વારમાં વાહનો એકઠા થઇ ગયા હતા. છરી જેવા હથિયારોથી અમુક વાહન ચાલકોને ડરાવી ધમકાવી તથા ઇજા કરી લૂંટફાટ કરવાનું શરૂ કરતાં જ વાહનચાલકોમાં ભય ફેલાઈ જતા જે માંગ્યું એ આપી દીધું હતું આ સમયે મોરબી ના રવાપર રોડ, નિલ માધવ એપાર્ટમેન્ટ, ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં રહેતા અને નેકસા પેપરમિલના કારખાના નજીક અનાજ-કારીયાણાની દુકાન ચલાવતા વર્ષીય પંકજભાઈ પ્રભુભાઈ બાવરવા અને તેના ભત્રીજા વિમલેશ વશરામભાઈ સાથે દુકાનેથી પરત મોરબી આવી રહ્યા હતા વાહનો એકઠા થયેલા હોવાથી તેઓ સાઈડમાંથી રસ્તો કરતા કરતા આગળ વધતા હતા ત્યાંજ એક લૂંટારુએ તેના ગળા પર છરી રાખી દીધી હતી અને વેપારમાં આવેલા આશરે 4 લાખ રૂપિયા ભરેલી બેગ કે જે પંકજભાઈએ ગળામાં લટકાવી હતી દિલ ધડક લૂંટી ચલાવી હતી. જેમાં શુક્રવારે આસપાસની ફેકટરીઓના શ્રમિકોનો પગાર થયો હોવાથી આખા મહિનાની ઉઘરાણી રોકડ રકમ ભેગી હતી હતી. જે લૂંટાઈ જતા પંકજભાઈ હિંમત કરી બાઇક સાઈડમાં ઉભું રાખી લૂંટારુંની પાછળ ગયા હતા. આ દરમ્યાન લૂંટારું અન્ય વાહન ચાલકોને ધમકાવતા હોવાનું જોઈને ચોકી ઉઠ્યા હતા જો કે આરોપીઓ પંકજભાઈને પાછળ આવેલા જોઈ લૂંટારું છરી લઈ તેની પાછળ દોડતા પંકજભાઈ અમરેલી તરફના એક ખેતરમાં અડધોક કિલોમીટર ભાગ્યા હતા. ત્યાર બાદ લૂંટારું પાછળ આવતો ન હોવાનું સ્પષ્ટ થતા તેઓ મુખ્ય માર્ગ પર પરત આવતા તેઓને જાણ થઈ હતી કે, અન્ય બાઇકમાં તેની સાથે જ દુકાનેથી નીકળેલા તેના ભત્રીજા પાસેથી લૂંટારુઓએ વિવો કંપનીનો ફોન કિંમત 5000 લૂંટી લીધો હતો. જો કે પંકજભાઈનો ફોન બચી ગયો હતો જેમાંથી તેણે તત્કાળ પોલીસને બનાવની જાણ કરી હતી અને પોલીસ આવે એ દરમ્યાન રોડ પર એકઠા થયેલા વાહનચાલકો પાસેથી પંકજભાઈને જાણવા મળ્યું હતું કે, શનાળા રોડ પર દલવાડી સર્કલ નજીક, ઉમા 2માં રહેતા રોહિતભાઈ દયાલજીભાઈને છરીથી ઇજાગ્રસ્ત કરી તેની પાસેથી લૂંટારુઓ રૂપિયા 6400ની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત વાઘપર ગામના નવનીતભાઈ નાનજીભાઈ લોરીયાને માથામાં ઇજા કરી તેની પાસેથી 10 હજાર રૂપિયાની કિંમતના 2 મોબાઈલ લૂંટી લેવાયા હતા. (રોકડ તથા મોબાઇલ મળી કુલ 4,21,400નો મુદ્દામાલ લૂંટયો હોવાનું બાદમાં જાણવા મળ્યું છે.) આ બન્ને લોકોને લૂંટારુઓ ઘાયલ કરતા હોસ્પિટલ ખસેડાયા હતા આ દરમ્યાન પોલીસ આવી જતાં લૂંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતા જેમાં 4 લાખથી વધુની રકમ લૂંટાઈ છે એ પંકજભાઈએ મોડી રાત્રે 12:30 કલાકે જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોંકેં મોડી રાત્રીના જ મોરબી એ ડિવિઝન બી ડિવિઝન મોરબી તાલુકા ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીઓનું પગેરું મેળવવા આખી રાત આકાશ પાતાળ એક કરવાની તજવીજ હાથ ધરી છે.પોલીસે લૂંટમાં વપરાયેલ એક બુલેટ બાઈક પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.