Thursday, May 7, 2026
HomeGujaratમોરબીમાં ચોરીના મોટર સાયકલ સાથે રીઢો વાહનચોર એસઓજીના હાથે ઝડપાયો

મોરબીમાં ચોરીના મોટર સાયકલ સાથે રીઢો વાહનચોર એસઓજીના હાથે ઝડપાયો

મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાવડીયાળી કેનાલ નજીક ચોરી કે છળકપટથી મેળવેલ નંબર વગરના મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ કચ્છના આરોપી સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબી તાલુકાના પાવડીયાળી કેનાલ નજીક મોરબી-જેતપર રોડ ઉપર નંબર વગરના કાળા રંગના મોટર સાયકલ સાથે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળ્યો હતો. પોલીસે તેને અટકાવી પૂછપરછ કરતા તે ગલ્લા-તલ્લા કરતો હતો અને મોટર સાયકલના કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો. ત્યારે એસઓજી પોલીસે બાઈકના ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતા તે હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં. જીજે-૧૨-બીસી-૯૧૨૧ હોવાનું બહાર આવ્યું હતું. સદર મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપી ઉશ્માનભાઈ કાસમશા શેખ ઉવ.૩૩ રહે. મૂળ પ્રાગપર તા. રાપર જી. કચ્છ-ભુજ વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોપ્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી ઉશ્માનભાઈ શેખ સામે અંજાર અને ભુજ ખાતે હત્યાના પ્રયાસ તથા વાહન ચોરીના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!