ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાતો મળે છે. જેને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ એક્શન મોડમાં આવી છે. અને બુટલેગરો વિરુદ્ધ લાલ આંખ કરી હે. તેમજ ગઈકાલે મોરબીમાં લીલાપર રોડ પર આવેલ પાંજરાપોળ સામે ઢોર બાંધવાના ડેલામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રેઇડ કરી રૂ.૧ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ પાંજરાપોળ સામે જગદિશભાઇ સામતભાઇ સાવધારના ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી રીતે ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી/વોડકાની રૂ.૧,૨૬,૩૦૦/-ની કિંમતની કુલ ૨૪૦ બોટલોનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપી જગદિશભાઇ સામતભાઇ સાવધાર (રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી શેરી નં.૦૨ જી.મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.