Sunday, September 8, 2024
HomeGujaratહું કોણ છું તુ મને આળખેશ કહી રાહુલ નામના શખ્સે મોરબીમાં મોલના...

હું કોણ છું તુ મને આળખેશ કહી રાહુલ નામના શખ્સે મોરબીમાં મોલના કર્મચારીને માર માર્યો

કર્મચારીને માર મર્યાના સીસીટીવી ફૂટેજ જોતા તેના પિતાનું હાર્ટ એટેકથી મોત થયાનો આક્ષેપ

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં મોલમાં ખરીદી કરવા ગયેલા રાહુલ નામના શખ્સને ખરીદીમાં વાર લાગતા ઉશ્કેરાયેલા આ શખ્સે હું કોણ છું તુ મને આળખેશ કહી મોલના કર્મચારીને માર માર્યો હતો. બાદમાં કર્મચારીને માર મર્યાના સીસીટીવી ફૂટેજ જોતા તેના પિતાનું હાર્ટ એટેકથી મોત થયાનો આક્ષેપ થયો છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નરેન્દ્રભાઇ દિનેશભાઇ પરમાર (ઉ.વ. ૨૨ ધંધો-પ્રા.નોકરી રહે. નઝરબાગ બૌઘનગર સોસાયટી, મોરબી-ર) વાળાએ રાહુલ નામના માણસ સામે ફરિયાદ નોંધાવેલ કે શનાળા રોડ સ્કાયમોલમાં આવેલ રીલાઇન્સ માર્ટ નામના મોલમાં આરોપી ખરીદી કરવા ગયેલ હોય તે સમયે કાઉન્ટર ઉપર ફરીયાદીને રૂમ સ્પ્રે અંગે પ્રાઇઝ પુછતા તે સમયે મોલમાં વધુ કસ્ટમર હોય જેથી ફરીયાાદીએ આરોપીને થોડી રાહ જોવાનુ કહેતા જે સારૂ નહી લાગતા જેથી આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીના હાથમાં રહેલ રૂમ સ્પ્રેનો સીધો ટેબલ પર ઘા કરી અને ફરીયાદીને ગાળઆપી જે ગાળ આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને જમણા ગાલ પર બે ત્રણ ફડાકા મારી દીધેલ અને તે કહેવા લાગેલ કે હું કોણ છું તુ મને આળખેશ તુ બહાર નીકળ તને જાનથી મારી નાખવો છે. તેવી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે આ બનાવ બાદ કર્મચારીના પિતાએ સીસીટીવી ફૂટેજ જોતા તેમનું હૃદય બેસી જવાથી મોત થયું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!