Sunday, May 19, 2024
HomeGujaratમોરબી નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબી નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબી : મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામથી આગળ નેકસોન સીરામીકના કારખાનાની નજીક રોડ ઉપર કાર ચાલકે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી જતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદી રઘુભાઇ ખુમાનભાઇ પઢીયાર (ઉ.વ-૨૬ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-હાલ નીચી માંડલ બાપા સીતારામની મઢુલી પાસે તા-જી-મોરબી) વાળાએ સ્વીફટ કાર નંબર- GJ-36-AC-1345 નો ચાલક સામે ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદી પોતાની રીક્ષા નંબર- GJ-36-U-6018 વાળીમા મોરબી જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીકના કારખાના પાસેથી પેસેન્જર બેસાડી મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામથી આગળ જતા હતા ત્યારે નેકસોન સીરામીક કારખાનાની નજીક પહોચતા હળવદ તરફથી એક સ્વીફટ કાર રજી GJ-36-AC-1345 નો ચાલકે રોગ સાઇડમા ચલાવી આવી ફરીયાદીની રીક્ષા સાથે એકસીડન્ટ કરી રીક્ષા પલ્ટી ખવડાવી દેતા ફરીયાદીને ફેકચર તથા રીક્ષામા પાછળ બેઠેલ પેસેન્જર બબલુભાઇને પણ જમણા પગમા ઢીચણના ભાગે તથા જમણા પગની પીંડીના ભાગે ફેકચર કરી તથા બિરજબાન ભાઇને પણ શરીરે મુઢ ઇજા પહોચાડી પોતાના હવાલાવાળી કાર સ્થળ ઉપર મુકી નાશી છૂટ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!