મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં.૧૨માં આવેલ રહેણાંક મકાન ઉપર દરોડો પાડી વિદેશી દારૂના ૧૮ ચપલા સાથે એકની અટકાયત કરી હતી, જ્યારે દારૂનો જથ્થો આપી જનારનું નામ ખુલતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાતી પ્લોટ શેરી નં. ૧૨ ખાતે રહેતા તોફિકભાઈ ઉર્ફે ડોડવો દાઉદભાઈ ચાનિયાના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂ વ્હાઇટ લેસ ઓરેન્જ ફ્લેવર વોડકાની ૧૮૦મીલી. ની ૧૮ બોટલ કિ.રૂ.૧,૮૦૦/- મળી આવી હતી. આવ્યા હતા, જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી તોફિકભાઈની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા આરોપી ઇકબાલ જુસબભાઈ કટીયા પાસેથી ઉઓરોકટ દારૂ મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.






