માળીયા(મી) પોલીસે મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી હથિયાર ધારા હેઠળ ગુનો નોંધ્યો.
માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા પૂર્વ બતમીબે આધારે કાજરડા ગામ જવાના રસ્તા પરથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક અને મોટર સાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી સઘન બનાવવામાં આવી છે. તે દરમિયાન માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાજરડા ગામ જવાના રસ્તા પરથી સમીરભાઈ અબ્બાસભાઈ મોવર રહે. કાજરડા ગામ તા.માળીયા(મી) વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક તથા મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૫૦૦/- તથા હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ નં. જીજે-૩૬-એજી-૩૮૧૨ કિ.રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૨૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સફળ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એ. ગાંભવા, પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ અનીરુદ્ધસિંહ, રાજદીપસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ પરમાર તથા તુષારભાઈ હીરાભાઈ રોકાયેલ હતા.






