Friday, April 19, 2024
HomeNewsMorbiમોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રકૃતિ સોસાયટીના ગેટ પાસે સટ્ટો રમતા એક શખ્સ...

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રકૃતિ સોસાયટીના ગેટ પાસે સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલાં પ્રકૃતિ સોસાયટીના ગેટ પાસે આઈપીએલના ચેન્નઇ સુપર કિંગ અને કોલકતા નાઈટ રાઇડ્સર વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મહેન્દ્રનગર ગામના રાહુલભાઇ ઉર્ફે મેહુલભાઇ નટુભાઇ પટેલ (ઉ.વ. ૨૮) નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેની પાસેથી રૂ.૧૦૦૦ નો મોબાઈલ જપ્ત કર્યો હતો. જેની પૂછપરછ કરતા હળવદના દેવળીયા ગામના રાજભા દરબારનું નામ પણ ખુલ્યુ હતું. પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ. એલ. ઝાલાએ તપાસ હાથ ધરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!