માળીયા મી. માં જુના રેલ્વે સ્ટેશન પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં પોલીસે એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. માળીયા મી. ના જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વોકળાના કાઠે બાવળના ઝુંડમાં મહમદહનીફ કાદરભાઇ ભટ્ટી (ઉ.વ.૨૪) ગેરકાયદેસર પીવાનો દારુ બનાવવાનો ઠંડો આથાના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ ૩ મા ઠંડો આથો લીટર ૬૦૦, (કિ.રૂ. ૧૨૦૦)નો તથા દેશી દારૂ લી. ૫૦ (કિ.રૂ. ૧૦૦૦)નો મળી કુલ કિ.રૂ. ૨૨૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ બનાવમાં પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી.
માળીયા મી. તાલુકાનાં જુના રેલ્વે સ્ટેશન પાસેથી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સ ઝડપાયો
- Advertisment -