મોરબીમાં આપઘાત અને આત્મહત્યાનાં પ્રયાસના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગઈકાલે વધુ એક પરણિત યુવતીએ ફિનાઈલ ગટગટાવી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેના પતિએ સમયસૂચકતા દાખવી તેને તાત્કાલિક સારવારમાં ખસેડાતા યુવતીનો જીવ બચ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ધુળકોટ ગામે રહેતી અંજલીબેન ગૌતમભાઇ પરમાર નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઇલ પી જતા ઉલ્ટી તથા પેટમા તકલીફ થતા તેના પતિ ગૌતમભાઇ તેને તાત્કાલિક મોરબીની આયુષ હોસ્પિટલ ખસે લઇ ગયા હતા. અને ત્યાં તેને દાખલ કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, ભોગબનનારનો લગ્ન ગાળો ૨ વર્ષનો છે અને તેને સંતાનમા એક બાળક છે. હાલ ભોગ બનનાર ભાનમા છે. તેથી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.