Friday, August 7, 2026
HomeGujaratમોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત.

મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત.

ત્રણ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત; બે પુત્ર અને એક પુત્રી માતા વિહોણા બન્યા

- Advertisement -
- Advertisement -

મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ૨૫ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે રહેતા દીપીકાબેન સરદારભાઈ ભાભર ઉવ.૨૫ ગઈકાલ ૬ ઓગસ્ટના રોજ સાંજના સમયે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમના પતિ સરદારભાઈ તેમને તાત્કાલિક સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવમાં પોલીસની પ્રથમીમ તપાસમાં મૃતકનો લગ્નગાળો આશરે ત્રણ વર્ષનો હતો અને તેમને બે પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અ.મોત દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!