જેલોના વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શન હેઠળ આજે તા.૦૮/૦૫/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ પરિવાર માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા અધિક્ષક એલ.વી.પરમાર તેમજ સુબેદાર અતુલભાઈ આર. પટેલની સાથે સિવિલ હોસ્પિટલ મોરબીના આયુર્વેદિક વિભાગના વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર ( મેડિકલ ઓફિસર આયુર્વેદ) તથા ડૉ.રસીલાબેન પરમાર (ઇન્ટર્ન, હોમિયોપથી) દ્વારા સબજેલ સ્ટાફ પરિવારના તમામ સભ્યોને આર્યુવેદિક પેકેટ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો અને તાલુકા અર્બન હેલ્થ સેન્ટર, ધન્વંતરિ રથનાં ડો.શીતલબેન જાની(એમ.ઓ.) તેમજ રિમ્પલબેન સારદીયા (ફિ.હે.વ.) દ્વારા તમામ કર્મચારી તથા સ્ટાફ પરિવારના તમામ સભ્યોનું હેલ્થ સ્કેનિંગ, રેપિડ ટેસ્ટ તથા લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતું.