મોરબીમાં આવતીકાલે તા.૨૫નાં રોજ મોરબી અને વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ડીઝલનાં વધતા જતાં ભાવ અને ઓછું મળતું ભાડું, ઓવરલોડની વધતી જતી સમસ્યા, પાર્ટી દ્વારા ટ્રાન્સપોર્ટર ભાઈઓને એડવાન્સ ભાડુ અને બીલ સમય પર ચુકવવામાં ન આવતું હોય અને ચેક રીટર્ન જેવા મુદ્દાઓ સંદર્ભમાં સાંજે ૪:૩૦ કલાકે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની ઓફિસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એસોસિયેશનના સભ્યો અને પદાધિકારીઓને ખાસ જોડાવા માટે જણાવાયું છે. અને જરૂર પડી તો મીટીંગ પછી થોડા સમય માટે એસોસિયેશનના પ્રમુખ નાં નિર્ણય અનુસાર લોડીંગ બંધ પણ રાખવામાં આવશે તેમ મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની યાદીમાં જણાવાયું છે.