Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને ચોમાસાના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઈ

મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને ચોમાસાના આગોતરા આયોજન માટેની બેઠક યોજાઈ

મોરબી જીલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી આ બેઠકનું સંચાલન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપાયું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવા માટે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રય સ્થાનો પર રાખવા માટેની વ્યવસ્થા કરવા ભારે વરસાદની આગાહી અંગે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પુરા પાડવા/ડી વોટરીંગ પાઇપ/ હોળી/ દોરડા/જનરેટર સહિત સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે દવા સહિત વ્યવસ્થા કરવા જણાવ્યું હતું .

કલેકટરે વધુ વરસાદમાં જાન-માલ હાની ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના અપાઇ હતી આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મનપા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!