Saturday, December 28, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં અમરનગર ગામ પાસે કાર અને બાઈક અથડાતાં ઘટના સ્થળે આધેડનું...

મોરબી તાલુકાનાં અમરનગર ગામ પાસે કાર અને બાઈક અથડાતાં ઘટના સ્થળે આધેડનું મોત નીપજયું 

મોરબીના અમરનગર ગામ પાસે રજીસ્ટ્રેશન નંબર વગરની ફીગો એક્સપાયર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર આધેડનું મોત નિપજ્યું હતું. મોરબીના બહાદુરગઢ ગામે રહેતા વિવેકભાઈ હસમુખભાઈ ભોજાણીના પિતા હસમુખભાઇ બાબુભાઇ ભોજાણી તેના જીજે।ડી.એચ 8265 નમ્બરનો હોન્ડા ટ્વીસ્ટર મોટર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન અમરનગર ગામ પાસે પુર ઝડપે આવેલી નંબર પ્લેટ વિનાની ફિગોએક્સપર કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકહસમુખભાઈ બાબુભાઈને માથામાં અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું મોત નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રે કાર સવાર ભગીરથસિંહ જગતસિંહ જાડેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેસન મથકે ફરીયાદ નોંધાવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!