મોરબીમાં અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત ૨૫ સપ્ટેમ્બરે એક લકઝરી બસે મોટર સાઇકલ પર સવાર આધેડને હડફેટે લીધો હતો. જેન કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત ૨૫/૦૯/૨૦૨૨ ના રોજ લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા નામના 58 વર્ષીય આધેડ પોતાનું GJ 03 JS 7789 મોટરસાઇકલ લઈ મોરબી-રાજકોટ હાઇવે પર અળબટીયાળીના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી AR 01 T 8969 નંબરની લકઝરી બસે આધેડને હડફેટે લીધો હતો. જેને કારણે આધેડને કપાળ, મોઢા, કમર, પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે અને ડાબા પગની એડીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેમને હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસે લકઝરી બસના ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારાની અટકાયત કરી છે…