Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી સબ જેલમાં બંધ કેદીએ ફોન કરી વૃદ્ધ પાસે ખંડણી માંગી મારી...

મોરબી સબ જેલમાં બંધ કેદીએ ફોન કરી વૃદ્ધ પાસે ખંડણી માંગી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ

મોરબીમાં ડબલ મર્ડર કેસમાં જેલમાં બંધ કેદીએ મોરબીના વિશિપરામાં રહેતા વૃદ્ધને “તારે જીવવાનુ હોય તો ત્રણ દિવસમાં બે લાખ રૂપિયા આપવા પડશે નહિ તો પેરોલ પર બારે આવીશ. ત્યારે તને પતાવી દઈશ. તેમજ હું ભલે જેલમાં છું પણ મારા ભાઈઓ ટકી, જલાલ અને અલ્લારખો બહાર છે. જીવવું મુશ્કેલ થઈ પડશે” કહી ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મર્ડર કેસમાં જેલમાં રહેલા કેદીએ ફોન દ્વારા મોરબીના વિશિપરામાં રહેતા હરગોવિંદ ભાઈ ચૌહાણ નામના વૃદ્ધ પાસે ખંડણી માંગી હતી. ડાડો જેડા નામના કેદીએ જેલની બહાર પોતાના ભાઈ અલારખાના ફોન દ્વારા ફરીયાદી હરગોવિંદ ભાઈ ચૌહાણ સાથે વાત કરી ધમકી આપતા જણાવ્યું હતું કે “તારે જીવવાનુ હોય તો ત્રણ દિવસમાં બે લાખ રૂપિયા આપવા પડશે નહિ તો પેરોલ પર બારે આવીશ. ત્યારે તને પતાવી દઈશ. તેમજ હું ભલે જેલમાં છું પણ મારા ભાઈઓ ટકી, જલાલ અને અલ્લારખો બહાર છે. જીવવું મુશ્કેલ થઈ પડશે.” ઉલ્લેખનીય છે કે, આરોપી ડાડો જેડા ડબલ મર્ડર કેસમાં હાલ મોરબી સબ જેલમા બંધ છે. ત્યારે બનાવને પગલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!