Friday, December 27, 2024
HomeNewsMorbiમોરબી શહેરમાં અલગ-અલગ ત્રણ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબી શહેરમાં અલગ-અલગ ત્રણ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબીના કુબેરનગર પાસે વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો                                                         મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર કુબેરનગર પાસે નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા (ઉ.વ. 20, રહે. મોરબી, હાઉસિંગ બોર્ડ)ને ગેરકાયદે વિદેશી દારૂ બોટલ નંગ ૨ (કી.રૂ. ૬૦૦) સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે વિદેશી દારૂની ૨ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો                                                   મોરબીના રેલ્વે સ્ટેશનની સામે પ્રતીકભાઇ સુરેશભાઇ ત્રીવેદી (ઉ.વ.૧૯, રહે. મોરબી, નવલખી રોડ)ને પણ ગેરકાયદે વિદેશી દારૂ બોટલ નંગ ૨ (કી.રૂ. ૬૦૦) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

 

ઇન્દિરાનગરમાં નળીયાના કારખાના પાસે ગેરકાયદેસર વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો 
ઇન્દિરા નગરમાં નળીયાના કારખાના પાસે ગેરકાયદેસર વિદેશી દારૂના ચપલા નંગ ૨ (કી.રૂ. ૨૪૦ ) સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી હુસેનભાઇ હાજીભાઇ કટીયા (ઉ.વ. , ૨૦ રહે. ઇન્દિરા નગર) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!