સમગ્ર ભારત વર્ષ ભગવાન શ્રી રામજીના અયોધ્યા મંદીર ખાતેની પ્રાણ પ્રતિષ્ઠા માટેની તડામાર તૈયારીમાં જોડાયું છે. ત્યારે ભગવાન શ્રી રામના વધામણા માટે રોટરી ક્લબ મોરબી દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબીવાસીઓ ક્લબનો સંપર્ક સાધી રજીસ્ટર કરાવી શકે છે.
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે. જેને લઇને રોટરી ક્લબ મોરબી દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓ એક સાથે મળી મોરબીને રંગોથી રંગીને આ ઉત્સવ જેવાં પવિત્ર દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરીએ તેવી વિનંતી કરાઇ છે. મોરબી વાસીઓ માટે ૧૬ વર્ષથી નાની ઉંમરના લોકો અને ૧૬ વર્ષથી વધુ ઉંમરના લોકો એમ બે ભાગમાં સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૪ ને રવિવારને બપોરે ૦૨:૦૦ વાગ્યાથી ૦૫:૩૦ કલાક સુધી મયુર પુલ (ફૂટપાથ) પર યોજવામાં આવશે. જેમાં દરેક સ્પર્ધકે ૩×૩ ચોરસ ફુટની રંગોળી બનાવવાની રહેશે તેમજ રંગોળી બનાવવાં માટે કોઈ એક વ્યક્તિની મદદ લઈ શકાશે. જે સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ચાર્જ નથી પરંતુ સ્પર્ધામાં ભાગ લેવા માટે નામ રજીસ્ટર કરાવવું ફરજિયાત રોટરી ક્લબ મોરબી દ્વારા રાખવામાં આવ્યું છે. જેમાં રજીસ્ટર કરાવવા માટે સોનલ શાહ મો. ૭૯૯૦૫ ૪૨૬૧૨, બંસી શેઠ મો.૯૩૭૬૬ ૫૨૩૬૦, નીલાબેન મો.૯૪૨૮૨ ૮૦૫૯૯ અને સ્વાતિ પોરિયા મો.૯૮૨૪૧ ૦૬૪૬૧ નો રજીસ્ટ્રેશન માટે સંપર્ક સાધી શકે છે.