પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રીના મોરબી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર યશ ભરતભાઇ હિરાણી લોહાણા (ઉ.વ.૨૩, રહે.કાયાજી પ્લોટ શેરી નંબર-૨ મોરબી) વાળા પોતાની ફરજ પર હતા ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના કોવિડ પોઝિટિવ વોર્ડમાં તેઓની ફરજ દરમ્યાન ત્યાં દાખલ કોવીડ પેશન્ટ મહંમદભાઇ અલ્લારખ્ખાભાઈના સગા ત્યાં કોવીડ વોર્ડમાં આવ્યા હતા અને વોર્ડમાં આવીને ડોક્ટર યશ હીરાણીને ડેથ સર્ટી આપવા માટેની સફેદ કાપલી આપવા કહેતા ડો. યશ હિરાણીએ તમારા સગા મૃત જાહેર ન થાય ત્યાં સુધી કાપલી ન આપી શકીએ તેમ કહેતા તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં અને બાદમાં થોડી વાર બાદ મહંમદભાઇ અલ્લારખ્ખાભાઈનું મૃત્યુ થતાં તેઓની ડેડબોડી તેમનાં પરિવારને સોંપવામાં આવી હતી જે બાદ મહંમદભાઇ અલ્લારખ્ખાભાઈનાં સગા ડોક્ટર પાસે આવી જેમ ફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી ડોક્ટર યશ હિરાણીની ફરજમાં રૂકાવટ કરી હતી. જે બાબતે ડો.યશ હિરાણીએ મોરબી સીટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ ૧૮૬, ૫૦૪ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.