Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેરમાં પીજીવીસીએલના કર્મચારીનું વીજશોટથી મોત, ગેરકાયદેસર લાઈન નાખનાર સામે ગુન્હો દાખલ

વાંકાનેરમાં પીજીવીસીએલના કર્મચારીનું વીજશોટથી મોત, ગેરકાયદેસર લાઈન નાખનાર સામે ગુન્હો દાખલ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પીજીવીસીએલ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના રહેવાસી મહેન્દ્રસિંહ પ્રેમજીભાઈ રાવત (ઉ.વ.૨૪) ગત તા.૨૫ નાં સવારના અગીયારેક વાગ્યાના અરસામાં મહિકા ગામ પાસે વાડી વિસ્તારમાં વિજપોલ ઉપર મરામત કામ કરતા હતા ત્યારે તેને પોલ પર વિજવાયર બદલતી વખતે વિજશોટ લાગતા ઘટના સ્થળે જ મહેન્દ્રસિંહ રાવતનું મૃત્યુ થયું હતું. બાદમાં વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવતા વીજ કંપનીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મહીકા ગામે રહેતા નુરમામદ સાઉદીનભાઈ સેરશિયાએ તેની વાડીમાં જયોતિગ્રામ અને ખેતીવાડી બંને લાઇનમાથી કનેક્શન લીધા હતા અને એક કનેક્શન ગેરકાયદે હતું અને ખેડૂતે અંડર ગ્રાઉન્ડ લાઇન પાથરી હતી આમ ગેરકાયદે ખેડૂતે ડ્યુઅલ સોર્સ પાવરની વ્યવસ્થા ગેરકાયદે ઊભી કરી હતી જેથી બંધ રહેલી લાઇનમાં પાવર આવતા શોટ લાગવાથી વીજ કંપનીના કર્મચારીનું મોત નીપજયું હતું. હાલમાં આ ઘટનામાં વાંકાનેર વિભાગના નાયબ ઈજનેર છત્રાભાઈ પ્રતાપભાઈ ખાંટ દ્વારા ગેરકાયદે ડ્યુઅલ સોર્સ પવારની વ્યવસ્થા ઊભી કરનારા ખેડુત નુરમામદ સાઉદીનભાઈ સેરશિયા સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે આઈપીસી ૩૦૪ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!