મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાંથી પોલીસે ઓટો રીક્ષામાંથી એક બોટલ દારૂ સાથે ચાલકને ઝડપી લીધો હતો.
વિગત મુજબ મોરબી તાલુકના લીલાપર ગામ નજીકથી મોરબી તાલુકા પોલીસે બજાજ કંપનીની CNG રિક્ષા નં. GJ-36-U-2683 કિં.રૂ.૭૦,૦૦૦/-માંથી મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ૦૧ બોટલ કિં.રૂ.૩૭૫ ઝડપી લીધી હતી. જેને પગલે પોલિસે રીક્ષા ચાલક રાહુલ ભુપતભાઇ ધંધાણીયા (ઉ.વ.૨૦)ને પૂછપરછ કરતા આ બોટલ વેંચાણ કરવાના ઇરાદે રાખી હોવાનું ખુલતા પોલીસે કુલ રૂ.૭૦,૩૭૫/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો.









