મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગેઇટ નજીક રિક્ષા વેચેલ હોય જેના પૈસાની ઉધરાણી બાબતે બોલચાલી થતા યુવાનને ગાળો આપી માર મારી ઈજા કરી જ્ઞાતિપ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલ રામાપીરના મંદિર નજીક રહેતા રોહિતભાઈ પ્રવીણભાઈ મૂછડીયા (ઉ.૨૦)એ ઇમરાનને પોતાની રિક્ષા વેચેલ હોય જેના રૂ.૬૦૦૦ લેવાના બાકી હોય જેથી કાગળો ફરિયાદી રોહિતભાઈ પસે હોય અને આરોપી ઇકબાલભાઈ રજાકભાઈ કાસમાણીના ભાઈએ આ રિક્ષા લીધેલ હોય જેથી ફરિયાદી રોહિતભાઈ પાસે કાગળો માંગતા ફરીએ પોતાના પૈસા આપીને કાગળો લઇ જવાનું કહેતા આરોપીને સારું નહિ લાગતા ફરિયાદી રોહિતભાઈ પાસે આવી ગાળો આપી જતી પ્રત્યે અપમાનિત કરી લોખંડના પાઈપથી બંને પગમાં મૂઢ ઈજા કરી રિક્ષામાં કાચ તોડી નુકશાની કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો.