મોરબીના શનાળા બાયપાસ રોડ પર આવેલ લાયન્સ નગરના મેઈન રોડ ખાતે હોળી પ્રાગટ્ય સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પાસે કરવામાં આવી છે.
મોરબીના શનાળા રોડ બાયપાસ પાસે વોર્ડ નંબર ૧૧ ખાતે આવેલ લાયન્સ નગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર આગામી તા. ૨૪/૦૩/૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે છેવાડાના વિસ્તારમાં પછાત ગણાતા લાયન્સ નગર ખાતે આ વર્ષે પણ હિન્દુ – મુસ્લિમ દ્વારા સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેમજ દરેક તહેવાર હિન્દુ – મુસ્લિમ ભાઈઓ દ્વારા સાથે ઉજવવામાં આવે છે. પરંતુ હોળીના તહેવારને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શનાળા બાયપાસ લાયન્સ નગર દશામાંના મંદિર પાસે મેઈન રોડ પર હોળી પ્રગટાવવાના સમયે tayre ૦૯:૦૦ થી સમાપ્તિ સમય સુધી બે કલાક પોલીસ બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગ જાગૃત સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા કરવામાં આવી છે.