Monday, May 20, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસ મથકના દારૂ હેરાફેરીના કેસમાં છેલ્લા પાંચ મહીનાથી ફરાર ઈસમ...

મોરબી તાલુકા પોલીસ મથકના દારૂ હેરાફેરીના કેસમાં છેલ્લા પાંચ મહીનાથી ફરાર ઈસમ ઝડપાયો

મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. એ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ દ્વારા છેલ્લા પાંચ મહીનાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી-બી ડીવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી ફરાર વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા (રહે.મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટ) હાલ મોરબીની ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસની બાજુમા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!