Sunday, August 23, 2026
HomeGujaratઢુવા-માટેલ રોડ પર ચક્કર આવતા બાઇક પરથી પટકાયેલી મહિલાનું ટ્રકની હડફેટે સારવારમાં...

ઢુવા-માટેલ રોડ પર ચક્કર આવતા બાઇક પરથી પટકાયેલી મહિલાનું ટ્રકની હડફેટે સારવારમાં મોત

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર દવા લઈને પતિ સાથે બાઇક પર પરત ફરી રહેલી ૨૧ વર્ષીય મહિલાને અચાનક ચક્કર આવતા રોડ પર પટકાઈ હતી. દરમિયાન બાજુમાંથી પસાર થતા ટ્રકની હડફેટે ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર સેન્ટોસા સીરામીક સામે તા.૨૧ ઓગસ્ટે સાંજે બનાવ બન્યો હતો. મૂળ ઓરિસ્સાના મયુરભંજ જીલ્લાના વતની અને હાલ ઢુવા-માટેલ રોડ પર ક્યુરો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા જ્યોત્સનાબેન દુર્ગાપ્રસાદ સોરેન ઉવ.૨૧ની તબિયત ખરાબ હોવાથી પતિ સાથે બાઇક પર દવા લેવા ગયા હતી. જ્યાંથી પરત ફરતી વખતે બાઇક ધીમી ગતિએ પસાર થઈ રહ્યું હતું. ત્યારે જ્યોત્સનાબેનને અચાનક ચક્કર આવતા તેઓ બાઇક પરથી રોડ પર પટકાયા હતા. તે જ સમયે બાજુમાંથી પસાર થતા ટ્રકની હડફેટે આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી જ્યોત્સનાબેનને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મરણ નોંધ કતી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!