Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીનાં શનાળા રોડ પરથી વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીનાં શનાળા રોડ પરથી વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી એસ.ઓ.જી. પોલીસે શનાળા રોડ શુભ હોટલ વાળી શેરીમાં બાતમીને આધારે છાપો મારતા અન-અધિકૃત રીતે વિદેશી સીગારેટનું વેચાણ કરતો એક શખ્સ અંદાજે રૂ.16,900 ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ઇ-સિગારેટ તથા અન્ય પ્રતિબંધીત તમાકુના ઉત્પાદન, વેપાર, હેરાફેરી અટકાવવા ખાસ ઝુંબેશ રાખેલ હોય તે ઝુંબેશ અન્વયે અસરકારક કામગીરી કરવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ આવા ગેરકાયદેસર વિદેશી સિગારેટના વેપાર કરતા ઇસમોને શોધી કાઢવા મોરબી શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શનાળા રોડ, અંકુર સોસાયટીમાં રહેતા ધ્રુવ ભુપેન્દ્રભાઇ મીરાણી પાસે એક પ્લાસ્ટીકનુ બાચકુ છે અને શનાળા રોડ જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આવેલ શુભ હોટલ વાળી શેરીમાં ઉભેલ છે અને તેની પાસે આધાર વગર વિદેશી સીગારેટના બોકસ તથા પેકેટોની ઉપર આરોગ્ય વિષયક દેખીતા કોઇ ચેતવણી રૂપ શબ્દો કે ચિત્રો દોરેલા ન હોય તેવો વિદેશી સીગારેટનો જથ્થો છે અને તે જાહેર જનતાને દેખાય તે રીતે વેચાણ કરે છે. હાલે તે જગ્યાએ વેચાણ ચાલુ હોય જે મળેલ બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા ધ્રુવભાઇ ભુપેન્દ્રભાઇ મીરાણી (રહે, શનાળારોડ, શુભ હોટલવાળી શેરી અંકુર સોસાયટી,અંકુર પ્રવિઝન સ્ટોરની સામે મોરબી) નામનો શખ્સ DJARUM BLACK MANUFACTURED BY PTD./ ARUMKUDUS INDONESIA સીગારેટના રૂ.૧,૦૦૦/-ની કિંમતના ૧૦ પેકેટ, DEVIDOTT CLASSIC MADE IN GERMANY UNDER લખેલ વિદેશી સીગારેટના રૂ.૧,૮૦૦/-ની કિંમતના ૧૮ પાકીટ, રૂ.૧૪,૦૦૦/-ની કિંમતના GUDANG GARAMMADE UNDER AUTORITY_OF_PT.GUDANG GARAMTBK,KEDIRI-INDONESIA લખેલ વિદેશી સીગારેટના ૧૪૦ પાકીટ તથા ER NMORE FLAKE-CIGARS AROMATIC PIPE TOBACCO લખેલ રૂ.૧૦૦/-ની કિંમતના એક બોક્ષ સાથે મળી આવતા ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!